ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે હાલમાં જ BTPએ 12 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પણ ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત ન કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
એવી આમ આદમી પાર્ટીના સમર્થકોનું એમ કહેવું છે કે ડેડિયાપાડા બેઠક પર એક સમયના મહેશ વસાવાના જ અંગત ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે. એટલે BTP માટે એ બેઠક જીતવી અઘરી હોવાથી વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા બેઠક બદલે એવી સંભાવનાઓ છે. થોડાં દિવસો અગાઉ જ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભા યોજાઇ હતી. એ જોઈ કોંગ્રેસ અને BTP ચિંતા થઇ ગઈ એવું લાગે છે.
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારી સભા જોઈ BTPના ધારાસભ્ય મહેશ વસાવા મેદાન છોડી દેશે. જો મહેશ વસાવાએ અહીંયાથી ઉમેદવારી કરવી હશે તો ભાજપ અથવા કોંગ્રેસનો સાથ લેવો પડશે. તેઓ પોતે એવી દ્વિધામાં છે કે ડેડિયાપાડામાંથી ઉમેદવારી કરે કે નહિ.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)