સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 મુદ્દે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા રાજકીય પક્ષોને ચુંટણી પ્રચાર કરવા વાહનોના ઉપયોગ ઉદ્દે નિયંત્રણો મુકયા છે. કે ચૂંટણી પ્રચારના કાફલામાં 10થી વધુ વાહનનો ઉપયોગ નહિ કરી શકાય.
જાહેરનામા અનુસાર પોલિસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર જિલ્લાના વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર ધ્વારા ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રીય/ત્રણ ચક્રીય/ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકાશે. અને જો આમ ન થાય અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થાય તો જે તે ઉમેદવાર કે રાજકીય પક્ષ શિક્ષા પાત્ર થશે.
સુરત ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જઈ શકાશે નહી ક્યાં પછી દસથી વધુ વાહનોનો હોય તો ભાગ પાડેલા બે કાફલા વચ્ચે ઓછામાં ઓછુ ર૦૦ મીટરનું અંતર રાખવાનું ફરીજીયાત છે. આ જાહેરનામુ 10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.