નાનાપોંઢાં: મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. આ શબ્દો છે ગતરોજ વલસાડ જિલ્લાના નાનાપોઢામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર સભામાં પીએમ મોદીના.. આ શબ્દોથી આદિવાસી મતદાતાઓને રીઝવવાનું કામ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ ભાજપના કાર્યકર્તાઓને કહ્યું મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂમારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે: મોદી.. આ શબ્દોથી આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયાસ..વિપક્ષો પેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે. ત્યારે નાના પોંઢા આદિવાસી વિસ્તાર હજારોની જનમેદની ઊમટી પડી હતી. આ પ્રસંગે કપરાડા તાલુકાના નાનાપોંઢાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામને વિશ્વાસ છે. આદિવાસીઓ માટે મોદીએ ઘણાં કામો કર્યાં છે.
કોંગ્રેસના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આ મુદ્દે PM મોદી પર કહ્યું કે ચુંટણીમાં જીતવા માટે મોદી આદિવાસી લોકોને મીઠું મીઠું બોલી રહ્યા છે અત્યારે સુધી તેઓ દ્વારા વિવિધ યોજના થાકી આદિવાસી વિસ્થાપનના કર્યો કર્યા છે જેનું ઉદાહરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને હજુ પણ જો ભાજપ સરકાર ગુજરાતમાં સરકાર બનાવશે તો મોટા મોટા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં આવશે અને આદિવાસી લોકોને રંજાડશે એ નક્કી છે ત્યારે મોદીની આ ABCD સીડી A ફોર આદિવાસી નહિ A- અંબાણી A- અદાણી છે એમ કહ્યું અનંત પટેલે.