ધરમપુર: વર્તમાન સમયમાં ધરમપુર તાલુકાના દિવાળીબેન ટ્રસ્ટ આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર ” સ્વચ્છ બાળક નિરોગી બાળક ” અંતર્ગત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું જેમાં બાળકોને વિવિધ સ્વાસ્થ્ય જાગૃતિની પ્રવૃતિઓ કરવવામાં આવી હતી.
Decision News ને ધરમપુરના હનમતમાળાના જાગૃત યુવાન સુનીલ માહલા જણાવે છે કે છેલ્લા ૫ દિવસ થી સ્વચ્છ બાળક નિરોગી બાળક ” અંતર્ગત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર ચાલી રહી છે જેનો આજે છઠ્ઠો દિવસ થાય છે ત્યારે, આજની પ્રવૃત્તિ ગ્રામ-મુકુર, અને સ્વચ્છતા રેલી, બાળકો દ્વારા ગામની શાળા અને જાહેર જગ્યાએ સફાઈ કરી ગ્રામજનો સ્વચ્છતા તરફ આકરસાઈ અને જાગૃત થાય એ હેતુ થી બાળકો દ્વારા સ્વચ્છતા રેલી કાઢી લોકોને જાગૃત કરાયા, તેમજ 1/11/ 2022 થી ચાલતા આ શિબિરમાં બાળકોને સ્વાસ્થ્ય માટે જાગૃત થાય એ હેતુથી ઘણી બધી પ્રવૃત્તિ દ્વારા બાળકોને સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત દાંતની કાળજી, શરીર ની સ્વચ્છતા, વિટામિનની સમજ, વ્યસન મુક્તિ, જેવા વિષયો પર પ્રવૃત્તિ દ્વારા સમજ આપી, વ્યસન આપણા શરીરને કેટલું નુકસાનકારક છે તેની સમજ આપી બાળકોને જાગૃત કરાયા. અને વ્યસન ન કરવું અને બીજાને વ્યસન ન કરવા માટે જાગૃત કરાયા હતા.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)