સંખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યાં છે. ત્યારે ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. છોટાઉદેપુર જીલ્લાની સંખેડા 139 બેઠક પર ધીરુભાઈ ભીલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા..

જુઓ વિડીયો..

ધીરુભાઈ ભીલે 1995 માં પોતાની વિધાનસભાની પહેલી ચૂંટણી અપક્ષ તરીકે ચૂંટણી લડીને કરી હતી. 2022માં કોંગ્રેસે પીઢ નેતા ધીરુભાઈ ભીલ ઉપર ફરીથી પસંદગી ઉતારતાં સંખેડા નસવાડીના કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ધીરૂ ભાઈ ભીલ દ્વારા વિટીવી સાથે વાત ચિત કરતા ફરી સંખેડા બેઠક જીતવા માટે આશા વાદ વ્યકત કર્યો છે.