ઉમરગામ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ઉમરગામની 182મી બેઠક માટે જાતિય સમીકરણ ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા નરેશભાઈ વળવીને ટિકિટ આપતા તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ઉમરગામ વિધાનસભા બેઠક જાતીય સમિકારણોને ધ્યાનમાં રાખીને નરેશભાઈ પાળવીને ટીકીટ આપવામાં આવી છે. ઉમરગામ તાલુકામાં વારલી સમાજનો મોટો ચેહરો અને ખેડૂત અને વેપારી તરીકે નરેશ વળવી નામના પ્રદ વ્યક્તિ છે. તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બન્યા અને પછી જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા હતા. વર્તમાનમાં ગુજરાત કોંગ્રેસ એસ ટી સેલના પ્રદેશ ઉપ પ્રમુખ તરીકે કાર્યરત છે.

ઉમરગામમાં વારલી સમાજ નું પ્રભુત્વ છે. 2002માં ભાજપના ગઢમાં કોંગ્રેસે વારલી સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી અને ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર જીત મેળવી હતી. ત્યારે એ જ વાતનું પુનરાવર્તન કરી કોંગ્રેસે જાતિ સમિકરણને ધ્યાનમાં રાખીને નરેશ વળવીને પસંદ કર્યા છે હવે જોવું એ રહ્યું કે ભાજપ કોને ઉમરગામમાંથી મેદ્વારી કરાવે છે.