આહવા: આજરોજ સવારના 9:00 વાગ્યાના સમયગાળામાં નીકળતી આહવા થી અમદાવાદ બસ આહવાના શિવઘાટ પાસે આવીને પલટી માર્યા ઘટના ઘટિત થવા પામી છે જેને લઈને રસ્તો બ્લોક થઈ ગયો છે જેના કારણે ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આહવા થી અમદાવાદ બસ પોતાના નિયત સમય અનુસાર આહવાના નિકળી અમદાવાદ જવા રવાના થઈ હતી. પણ રસ્તામાં શિવઘાટ પાસે આવી પલટી ગયાના દ્રશ્યો વાયરલ બન્યા છે જેના કારણે હાલમાં રસ્તો બ્લોક થઈ ગયો છે જેના કારણે આહવા જતા- આવતાં વાહનોનો હાલમાં ટ્રાફિક જામ સર્જાયો છે.
હાલમાં ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા છે. હાલમાં બસને મોટા પ્રમાણમાં નુકશાન થયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે જ્યારે બસના પેસેન્જરોને સામાન્ય ઈજા થયાનું કહેવાય રહ્યું છે આ અકસ્માત કયા કારનો સર થયો એની સાચી હકીકત હજુ સામે આવી નથી.

