ગણદેવી: ન્યાય મંદિરની દીવાલ પર પ્રચાર ગણદેવી ન્યાયાલય ની દીવાલો પર રાજકીય પાર્ટીએ કરેલા પ્રચાર પર વ્હાઈટ વોશ કરાયો. રાજકીય પક્ષો પ્રચાર માટે જાહેર સ્થળ ઉપર પોસ્ટર કે રંગરોગાન કરે છે પણ સરકારી કે ન્યાય પાલિકા કચેરી પણ પક્ષનો પ્રચાર કરવું કેટલું યોગ્ય છે તેની ચર્ચા ગણદેવી નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ આચાસંહિતા જાહેર થાય તે પહેલા ગણદેવી ન્યાયાલય ના કમ્પાઉનડની દીવાલો ઉપર ભારતીય જનતા પાર્ટીના ચિન્હો અંકિત કરવામાં આવ્યા હતાં. જેથી સંભવિત રીતે કોર્ટના ધ્યાને આવતા ભાજપના નિશાન કમળને તાત્કાલિક વ્હાઈટ વોશ કરવામાં આવ્યું હતું.

ચૂંટણીને હવે ગણતરીના દિવસો હોવાથી રાજકીય પાર્ટીઓ બુલેટ ગતિએ પ્રચાર કરી રહ્યા પણ કોર્ટ કચેરી પર કઈ રીતે પ્રચાર કરી શકાય તે વિચાર માંગી લે છે. ત્યારે કોર્ટના ધ્યાને આવતા તાત્કાલિક દીવલા પરથી પ્રચારનું લખાણ દુર કરાયું હતું.