કપરાડા: વલસાડ જીલ્લાના છેવાડાના કપરાડા તાલુકામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત કરાયેલા પ્રમુખ બાબનભાઈ પી રાઉતનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આગામી વિધાનસભાની ચુંટણીને લઈ કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્થાનિક ઉપરાંત અન્ય મુદ્દાઓને લઈ લોકો સુધી પહોંચી કપરાડા વિધાનસભા બેઠક કપજે કરવા એડી ચોંટીનું જોર લગાવશે.

આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, કપરાડા સરપંચ સંઘના ઉપપ્રમુખ દસમાભાઇ ધનગરા માંડવા,તાલુકા કોંગ્રેસના મંત્રી ઈશ્વરભાઈ મિશાળ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ કામડી, તાલુકા પંચાયતના સદસ્ય અને યુથના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા.