ધરમપુર: ધરમપુર ભવાડા ગામના ઉપલા ફળીયાની 6 વર્ષીય માસૂમ દર્શના પવારને પગમાં સર્પે દંશ દીધો જેનો તાત્કાલિક ધોરણે સારવાર કરી સાંઈનાથ હોસ્પીટલ ધરમપુરના ડૉ. ડી.સી.પટેલ અને ડૉ. પીનલ પટેલ સહિત ટીમેં બાળકીનો જીવ બચાવી લેવાઈની ખુશ ખબર બહાર આવી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ બાળકીને સર્પદંશને કારણે બીજા દિવસે રસલ વાયપર દંશના કેપિલરી લીક સિન્ડ્રોમ તથા પેશાબમાં લગાતાર લોહી, ચહેરામાં સોજા, પાણીના ભરાવાથી પેટ ફૂલી જવું, ફાસ્ટ ધબકારા તથા પ્લેટલેટમાં ઘટાડો સહિતના કોમ્પ્લિકેશન બાળકીમાં શરૂ થયા હતા. ત્યારબાદ ચોથા દિવસે વહેલી સવારે આવેલા ડૉ. ડી.સી.પટેલે નહિવત પેશાબ, ફાસ્ટ શ્વાસોશ્વાસ, ફુલેલો ચહેરો અને પેટને લઈ બાળકીની ગંભીર સ્થિતિ પામી તેમણે ડાયાલાઈઝરની વ્યવસ્થા ન થતા સુરત મિશન હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડૉ. વત્સા પટેલને હકીકતથી વાકેફ કરી જરૂરી ડાયાલિસીસ માટે પોતે જમાઈ ડૉ. હેમંત પટેલ તથા મેડિકલ સ્ટોરના અમિત પટેલ સાથે બાળકીને એમ્બ્યુલન્સ મારફતે સુરત લઈ જઈ ડાયાલિસીસ પ્રક્રિયામાં ઉભા રહી રાત્રે પરત ધરમપુર આવ્યા હતા. અને જરૂરી સામાનની વ્યવસ્થા મેળવી બીજા દિવસે ડાયાલિસીસ કરી ઓછા પ્લેટલેટ અને હિમોગ્લોબીન વધારવા સપ્લિમેન્ટ આપ્યા બાદ બાળકીની હાલતમાં સુધારો આવવાની સાથે સાફ પેશાબ આવવાનું શરૂ થવાની સાથે બાળકી સ્વસ્થ થતી ગઈ હતી. ગરીબ પરિવારનું હોસ્પિટલનું તમામ બિલ શ્રી સાઈનાથ હોસ્પિટલે માફ કર્યુ છે.

બાળકીના જીવ બચાવવામાં કામયાબ બનેલા ડૉ.ડી.સી.પટેલ, ડૉ. નિતલ પટેલ, ડૉ. પીનલ પટેલ, ડૉ. પાયલ પટેલ, ડૉ. હેમંત પટેલ, ડૉ. નમ્રતા પટેલ, ડૉ. જીગર પટેલ, ડૉ. મોનલ ધૂમ, ડૉ. રસીલા , ડૉ. હિરલ તથા હોસ્પિટલના તબીબોએ ખુબ જ ખુશ છે અને આજે બાળકીને રજા અપાઈ છે.