ધરમપુર: દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની સરકારી હોસ્પિટલો હાલત કેટલી બત્તર થઈ ચુકી છે તેની સાબિતી પુરતો એક કિસ્સો ધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે..આવો જોઈએ વિડીયોમાં..
ગતરોજ વર્તમાન સરકારના સરકારી ક્ષેત્રમાં કામ કરતાં આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓના રાજમાં સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં ઉંદરો વહીવટી કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે પણ સ્થાનિક તંત્ર ઘોર નિદ્રાધીન છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવતાં આદિવાસી લોકો સાથે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
Decision Newsને કલ્પેશ પટેલનું કહેવું છે કે આ ઘટનાની માહિતી મને એક વ્યક્તિએ આપેલ છે તે જણાવે છે કે દર્દીઓ જે જમવાનું મૂકે તેમાં પણ ઉંદરો બગાડ કરી રહ્યા છે અને બાથરૂમમાં પણ ગંદકીનું સામ્રાજ્ય હોવાની માહિતી આપી છે. હવે આ બાબતે તંત્ર શું પગલાં ભારે છે એ જોવું રસપ્રદ રહેશે.

