ડાંગ: સાપુતારાનો ઘાટવાળો રસ્તો અકસ્માતનો હોટસ્પોટ હોય તેમ અકસ્માતોના બનાવોમાં બંધ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ ડાંગના જિલ્લાના જામલાપાડ જામનવિહીર રસ્તા પર એક બાઈક સવારનો જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું દ્રશ્યો વાયરલ બન્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત થતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના જામલાપાડ જામનવિહીર રસ્તા પર બાઈક સવારે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તાની સાઈટમાં આવેલા ખાડામાં ગાડી પડી જતા બાઇક સવાર પથ્થરો સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
આ જીવલેણ અકસ્માતની ઘટના વિષે જાણ થતા જ પરિવારના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બાઈક સવારના મોતથી વાતાવરણ શોકમગ્ન બન્યું હતું.

