દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં જેમ જેમ ચુંટણીના દિવસો બાકી નજીક આવી રાહી છે તેમ તેમ વિધાનસભાની બેઠકોના ઉમેદવારો આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાવાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુણાવાડથી નટવરસિંહ સોલંકીને ટીકીટ આપવામાં આવી છે.

જ્યારે સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી) થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી) થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.