વાપી: ફેશનેબલ થવું પડયું ભારે.. વલસાડ જીલ્લાના વાપીમાં એક યુવાન સલૂનમાં ફાયર હેરકટિંગ કરાવતો હતો ત્યારે અચાનક માથાના વાળમાં લગાવવામાં આવેલ આગમાં યુવક દાઝી ગયાના કારણે બુમાબુમ કરી મુકાયાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ એક યુવક વાળ કપાવવા ગયો હતો. કાતરના બદલે જ્વલનશીલ કેમિકલથી સળગાવી વાળ કાપવામાં આવી રહ્યા હતા. ત્યારે ફાયર હેરકટિંગ કરાવતી વખતે માથાના ભાગમાં આગ લાગી ગઈ હતી જેને લીધે યુવક દાઝી ગયો હતો. તે ચીસો પાડીને દુકાનની બહાર ભાગવા લાગ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલમાં આ યુવક વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાપીના બંટી નામના સલૂનમાં આ ઘટના બની છે અને સલૂનમાં વાળ કાપનાર યુવકે વધુ માત્રામાં ફોમ લગાવી દેતાં દુર્ઘટના બની હતી.

