વલસાડ: ગતરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વલસાડ ખાતે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દ.ગુ.ના ભાજપ સંગઠન હોદ્દેદારો સાથેની બેઠક કરી વલસાડ જિલ્લામાં ફરીથી ભાજપના વિજયનો ડંકો વાગશે તેવો દઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દ.ગુજરાતના 7 જિલ્લા અને સુરત મહાનગરના ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે ખુબ ઝીણવટપૂર્વક સંવાદ કર્યો હતો. અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર ફરીથી ભાજપનો ભગવો લહેરાય એવી તૈયારી શરુ કરી દેવાનું એલાન કર્યું છે. દ.ગુ.ના ભાજપ સંગઠનના જિલ્લા પ્રભારીઓ, પ્રમુખો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની પક્ષની કામગીરીની સ્થિતિ જાણી હતી. આ બેઠકમાં માત્ર અમુક હોદ્દેદારો જ પ્રવેશ આપવામાં આવ્યો હતો

આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી, જિ.ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરત પટેલ, અરવિંદ પટેલ, રમણ પાટકરે તમામનું સ્વાગત કર્યું હતું.