ચીખલી: ગતરોજ શનિવારે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ધનતેરસના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના લોકોએ ભકિતભાવથી સોના-ચાંદીના દાગીનાનું પુજન કરી લક્ષ્મીજીની કૃપા અવિરત રહે તેવી પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિવાળીનાં મહાપર્વમાં ધનતેરસથી નુતન વર્ષ સુધીના ચાર દિવસનું આગવું મહત્વ છે. ધનતેરસનું પર્વ ના દિવસે ગામવાસીઓએ સોના-ચાંદીના દાગીના તથા અન્ય નવી વસ્તુઓની ખરીદી કરી હતી. ધનતેરસના શુભ મુહૂર્તમાં ગૃહિણીઓ અને ઘરનાં મોભીઓ દ્વારા ધનપૂજન અને લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું.
પ્રત્યેક ઘરોમાં લોકોએ ધનતેરસના દિવસે લક્ષ્મી પુજન સાથે ધનતેરસની પંરપરાગત રીતે ઉજવણી કરી હતી. હવે ગામમાં દિવાળીના પર્વનો વડીલો બાળકો, ગૃહણીઓ અને પુરુષો સૌમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે.

