ચીખલી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો..
ચીખલીના સરકારી આયુર્વેદ દવાખાના માંડવખડક ખાતે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાતમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે હર દિન હર ઘર આયુર્વેદ ઉજવણીના ભાગરૂપે ધન્વંતરિ પૂજન, દીર્ધાયું માટે આયુર્વેદ પર પરિસંવાદ યોગ શિબિર અને ઔષધિય વનસ્પતિ પ્રદર્શન વગેરે કાર્યક્રમની રૂપરેખા સામેલ હતું .

