ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિ અને રીતરીવાજો પ્રમાણે આદિવાસી લોકો પોતાના તહેવારો ઉજવાતા હોય છે તેમનો એક તહેવાર તે વાઘ બારસ એટલે આદિવાસી સમાજનો પરંપરાગત તહેવાર, વાઘ દેવ એટલે આદિવાસી સમાજના આદિ અનાદી કાળના દેવ.
Decision News સાથે વાત કરતાં આદિવાસી સંસ્કૃતિને ધરોહરને બચાવવા અને રીતરીવાજો વિષે જણાવા સતત મથતાં ધરમપુરના હનમતમાળના સુનીલ માહલા જણાવે છે કે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે રહીને પ્રકૃતિને જીવાડી જાણે છે. માટે જ પ્રકૃતિની પૂજા કરે છે. આદિવાસી સમાજ આદિ અનાદી કાળથી જંગલો સાથે જોડાયેલો છે. જંગલોના પ્રાણીઓ સામે પોતાના પાલતું પ્રાણીઓનાં રક્ષણ માટે વાઘદેવની પૂજા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય કે ગુજરાત અને જંગલ વિસ્તારના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાના સીમાડા પર વાઘ દેવનું થાનક આવેલ હોય છે. અને જેને આદિવાસી લોકોના પૂર્વજો પણ પૂજતા હતા અને આજે પણ વડીલો પૂજન વિધિ કરી રહ્યા છે.

