ડાંગ: આદિવાસી પ્રતિભાઓ હવે ગામ તાલુકા કે જીલ્લા તો ખરા જ પણ રાજના સીમાડા તોડી બીજા રાજ્યમાં પણ ઝળકી રહી છે ત્યારે ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા આદિવાસી યુવા દોડવીર મુરલી ગાવિતે ફરી વાર કર્ણાટક બેંગ્લોર ખાતે યોજાયેલી ઓપન નેશનલ એથ્લેટીક મીટ 2022માં ગોલ્ડ મેડલ મેળવી પોતાના માતા-પિતા અને સમાજનું નામ રોશન કર્યું છે
Decision Newsને મળેલી માહિતી મુજબ કર્ણાટકના બેંગ્લોર ખાતે તા. 19 ઓક્ટોબર 2022ના રોજ યોજાયેલી ઓપન એથ્લેટિક્ મીટ દસ હજાર મીટર દોડમાં દક્ષીણ ગુજરાતના વિસ્તારોમાં ડાંગના એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે અને આદિવાસી સમાજનું પણ ગૌરવ વધાર્યું છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલમાં મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ જીત્યાના આદિવાસી યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં રમતગમતક્ષેત્રમાં આ આદિવાસી દીકરો ખુબ આગળ વધે એવા આશીર્વાદનો આદિજનો વરસાદ વરસાવી રહ્યા છે.

