સુરત: સુપ્રીમકોર્ટના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સતત ૨૫ દિવસ થી ચાલી રહેલ પોક્સો એક્ટ જાગરૂકતા અભિયાન અંતર્ગત અભિયાનના છેલ્લા ૨ દિવસો માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય સુરત અને સાર્થક યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ એચ. વી. જોટાનીયા અને સુપ્રિટેન્ડેન્ટ ભરત સાવલિયાના માર્ગદર્શન હેઠળ જીલ્લાની વિવિધ સ્કૂલો નવનિર્માણ વિદ્યાલય, જીવનભારતી વિદ્યાલય, સુમન સ્કૂલ ન.૧,૭,૮,૧૩,૨૩ ની અંદર શિબિરનો આયોજન કરાયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ પી. એલ. વી. અને સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દ્વારા કિશોરીઓ અને સ્ત્રીઓ ઉપર થઇ થઇ રહેલ જાતીય સતામણીથી સુરક્ષા, પોકસો એક્ટ અધિનિયમમાં સજાની ગંભીરતા, બાળ લગ્ન અને દીકરીઓને લગતી કલ્યાણકારી યોજનાઓ સાથે પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ ના પ્રશ્નો નો જવાબ આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગંભીર ઘટનાઓનો દાખલો આપીને વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા સાથે 181 દ્વારા કઈ રીતે ઇમેરજેંસીમાં મદદ લઈ શકાય એ બાબતે માહિતી આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા માટે અને ઘરેલુ હિંસા જેવી ઘટના સમયે શું કરવું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યમાં ક્યારે તાત્કાલિક મદદની જરૂર હોય એ બાબત નો જરૂરી માહિતી નો પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

બે દિવસની વિવિધ શિબિરોમાં ચાઈલ્ડલાઈનના સીતા પરમાર, 181 મહિલા હેલ્પલાઇન ઉમરા ઝોન 1 ના ASI ગીતા પટેલ, કાઉન્સિલર સરલ ભોયા, કતારગામ ઝોન 2 ના હેડ કોન્સ્ટેબલ દક્ષા ચૌધરી, કાઉન્સિલર ઈલાક્ષી ગામીત,સૌ શાળાના પ્રિંસિપલ-આચાર્યો નવનિર્માણ શાળાના વિમલ ચુડાસમા, જીવનભારતીના ચેતનાબેન, સુમન 23ના ભાવિશા ગેનીવાલા, સુમન 7 ના નિતેશભાઈ, સુમન 13,8 ના હિતેશભાઈ,સુમન 1 ના અરવિંદ પટેલ સહિત શાળાના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિયો જોડાઇને ઉપસ્થિત રહ્યા હતા.