ડાંગ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂટણીમાં ભાજપ, કોંગ્રેસ તો ખરું જ પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતની તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવશે. જેને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તબક્કાવાર ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે. ત્યારે ડાંગ વિધાનસભાની બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી સુનિલ ગામિતના નામની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીના જાહેર થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડાંગ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા મજબૂત ઉમેદવારોની પસંદગી કરવામાં જોતરાયા છે. તમામ રાજકીય પક્ષમાં ઇચ્છુક ઉમેદવારો પોતાની ટીકીટ ફાઇનલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોક્ન્યાય માટે લડનારા વકીલ તરીકે લોક ચાહના ધરાવતા ઉમેદવાર ગુરુવારે ડાંગ વિધાનસભાની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સુનિલ ગામિતના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ વલસાડ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સુનિલ ગામિત સામે ક્યાં ઉમેદવાર પાસે ઉમેદવારી કરાવે તેના પર સૌની નજર છે.

