સિનેવર્લ્ડ: હાલમાં જ એક ફિલ્મ ‘કંતારા’ Kantara આવી છે, જે કન્નડ ફિલ્મ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ અને આદિવાસી લોકોના સંઘર્ષની વાતો વહેતી કરતી આ ફિલ્મ છે. તેનું દિગ્દર્શન દક્ષિણ કન્નડ જિલ્લાના ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે.
Decision Newsના ફિલ્મી રીવ્યુ અનુસાર આ ફિલ્મના મુખ્ય અભિનેતાએ કર્ણાટકના ગામડાઓની સંસ્કૃતિને નજીકથી નિહાળી છે અને તેનો ઉછેર કર્યો છે. ‘કંતારા’ માત્ર એક ફિલ્મ નથી, તે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઇતિહાસ, દંતકથાઓ અને સંઘર્ષની વાર્તા છે જે વાસ્તવિકતા સાથે મેળ ખાતી હોય છે. આ આધ્યાત્મિકતાને જંગલ સાથે જોડતી વાર્તા છે. જલ જંગલ જમીન, આદિવાસીઓને બચાવવાની વાર્તા છે.
આ ફિલ્મે દુનિયામાં અત્યાર સુધીમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી દીધો છે અને આ ફિલ્મનું હિન્દી વર્ઝન પણ ખાસ્સું કમાણી કરી રાહ્યું છે. દરેક આદિવાસી લોકોએ જોવા લાયક આ ફિલ્મ છે. આ ફિલ્મના અમુક દ્રશ્યો તમારા અંતર આત્માને ઝંઝોડી નાખશે એ નક્કી છે.