સુરત: ગતરોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીને ગળું કાપી નાખવા માટે ઘા કર્યો હતો પણ કિશોરીએ મો ફેરવી લેતા ચપ્પુ ચહેરા વાગ્યા હોવાની ઘટના બહાર આવી છે હાલમાં ચપ્પુથી ગાલ પર પડેલા ચીરામાં 17 ટાકા આવ્યાનું જણાવા મળ્યું છે.

પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરી તેના રૂમમાંથી બહાર નીકળી બાથરૂમમાં ગઈ હતી, તે જ સમયે કાલુ નામના યુવકે તેની નજીક આવી તારૂ કોની સાથે લફડુ ચાલે છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જોકે કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ચહેરોના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેમાં તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લાગ્યા છે.

એકતરફી પ્રેમમાં પાગલ ટપોરી કિશોરીને ‘તારૂ કોની સાથે લફડુ ચાલે છે’ એમ કહીને સતત હેરાન કરતો હતો. હાલમાં આરોપી મહરાષ્ટ્ર નાસી ગયો છે પોલીસે તેના ભાઈની પુછપરછ ચાલુ કરી છે. હાલમાં પોલીસ આરોપીને શોધી રહી છે