આહવા: ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ! તો આપણે તો સામાન્ય માણસ છીએ આપણને ક્યાં ખબર હતી કે આપણા સૌના વડીલ અને આદિવાસી સમાજના માર્ગદર્શક એવા ડૉ. એ. જી. પટેલ સાહેબએ આહવાનો અકસ્માતમાં પોતાના ધર્મપત્નીનું મૃત્યુ થઈ જશે પણ આ દુઃખદ ઘટના ઘટવા પામી છે.
ધરમપુરના સમસ્ત આદિવાસી સમાજના વલસાડ પ્રમુખ કમલેશ પટેલ Decision Newsને જણાવે છે કે આપણા સૌના વડીલ અને આદિવાસી સમાજના માર્ગદર્શક એવા ડૉ. એ. જી. પટેલ સાહેબના ધર્મપત્ની જ્યોત્સનાબેનનું આહવાનો અકસ્માત અવસાન થયું છે અને અકસ્માતમાં ઘાયલ બનેલા ડૉ. એ. જી. પટેલ સાહેબ હાલ સ્પંદન હોસ્પિટલ, ચીખલી ખાતે સારવાર હેઠળ છે.
સમગ્ર આદિવાસી વિસ્તારમાં સમાજના ઉત્થાનમાં પ્રયાસરત એવા ડો સાહેબ ઝડપથી આ મુશ્કેલ સમયમાંથી બહાર આવે અને પરિવારમાં થયેલા અમંગલ ઘડીને સહન કરવાની શક્તિ પ્રાપ્ય બને એવી આદિલોક પ્રકૃતિને પ્રાર્થના કરી રહ્યું છે.