ચીખલી: વર્તમાન સમયમાં શહેરો છોડી ચોરીની ઘટનાઓ ગામડાઓમાં વધી રહી રહી છે ત્યારે ચીખલી તાલુકાના માંડવખડકના નિશાળ ફળીયામાં ચોર પકડાયાની કિસ્સો બહાર આવ્યો છે. જેને હાલમાં પોલીસને હાથે સોપવામાં આવી દીધા છે.
જુઓ વિડીઓ..
માંડવખડક ગામના જાગૃત યુવાન કેયુર ચૌધરી Decision Newsને જણાવે છે કે ચીખલી તાલુકાના માંડવખડકના દુકાન ફળીયામાં ધીરુભાઈ રણછોડભાઈ પટેલના ઘરે ચોર ચોરી કરવા માટે આવ્યા હતા પણ તેમની યોજના સફળ રહી નહિ અને લોકોના હાથે ચડી ગયા છે. લોકોએ આ ચોરોને મેથીપાક આપી ત્યાર બાદ પોલીસના સોંપી દીધા હતા. હાલમાં આ બનાવના કારણે માંડવખડક ગામના લોકોમાં ભયનું વાતાવરણનું સર્જાયું છે.
આ બાબતે સરપંચશ્રી વલ્લભભાઈનું કહેવું છે હવે પોલીસે હવે ગામડાઓ તરફ પણ ધ્યાન આપવું પડશે આવી ચોરી ઘટનાથી ગામના લોકોમાં ત્રાહિત બને છે એ પોલીસની જ નિષ્ફતા ગણાવી શકાય. અમે પણ આ ઘટના પછી ગામમાં આ પ્રકાર ચોરીની ઘટના ફરી ન થાય એની તકેદારી રાખીશું.

