કપરાડા: ગતરોજ જમીન ખેડવાના મુદ્દે વિવાદને લઈને કપરાડાના કોલવેરા ગામમાં પિતરાઇ ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ મોટા પિતરાઈ ભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાયાની ઘટના સામે આવી છે પોલીસે હાલ લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડામાં આવેલ કોલવેરા ગામના મૂળગામ ફળિયામાં રહેતા 31 વર્ષીય સમીરભાઈ રાજીરામભાઈ સાનગરા અને તેનો 22 વર્ષીય પિતરાઈ ભાઈ રતિલાલભાઈ ગંગારામભાઈ સાનગરા વચ્ચે સહિયારી જમીન બાબતે ઝઘડો થયો હતો જેણે લઈને ગતરોજ સાંજના સાત વાગ્યના સમયે રતિલાલભાઈએ સમીરભાઈ પર કુહાડી વડે હુમલો કરી તેને ઘા ઝીંક્યા હતા અને તેને મોતને ઘાટ ઉતરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
​​​​​​​
આ ઘટના અંગેની જાણ ગામના સરપંચ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ આરોપીની અટકાયત કરી આગળની તપાસ આદરી છે.