છોટાઉદેપુર: ગતરોજ છોટાઉદેપુર જિલ્લામાં ભત્રીજા વહુએ કાકી સાસુને ડાકણનો વહેમ રાખી ધારીયાના ઘા ઝીંક્યા બાદ કાંડા કાપી નાખી મારતાં મારતાં ઠંડા કલેજે હત્યા એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે..
Decision Newsને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાના સામે આવેલા કિસ્સામાં ખડખડ ગામે રહેતી ભત્રીજા વહુ રંગલીબેન કેમતભાઈ રાઠવાની 14 પુત્રી થોડા મહિના અગાઉ ગુજરી ગઈ હતી. જેને ગામમાં રહેતા કાકી સાસુ હિંગળીબેન ધનસિંગભાઈ રાઠવા ખાઈ ગઈ હોવાનો વહેમ રાખી ભત્રીજા વહુએ કાકી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘા મારતાં મારતાં 20 ફૂટ દૂર સુધી લઈ ગઈ કાકી સાસુ પાણી ભરતી હતી ત્યાંથી પરત ફરતી વખતે કાકી સાસુનું કાસળ કાઢવામાં ઇરાદે સંતાઈને બેઠેલી ભત્રીજા વહુ રંગલીબેને કાકી સાસુ ઉપર પાછળથી પાળિયા વડે હુમલો કર્યો હતો.ક્રૂરતાથી પાળિયાના એક પછી એક એમ સાતથી આઠ ઘા ગળા પર-માથામાં તેમજ હાથના કાંડાને કાપી નાખ્યા હતા. ઉપરાંત આટલેથી ન અટકતાં છાતીના ભાગે ઘા મારી કરપીણ હત્યા કરી હતી. ઘર આંગણે હિંગળીબેનને મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી નાખી હતી.
હજી પણ અમુક ગામોમાં અંધશ્રદ્ધાના વહેમ યથાવત છે. છોટા ઉદેપુરના ખડખડ ગામમાં ભત્રીજા વહુએ ડાકણનો વહેમ રાખી કાકી સાસુની ધારીયા (પાળિયા)ના ઘા મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાં ઘાત પડ્યા છે. આરોપી મહિલાને પોલીસે પકડી પાડી જેલના હવાલે કરી છે.

