ધરમપુર: કાયદો અને વ્યવસ્થા ખોળવાઈ ગયાના અને કાયદાના ડર હોદ્દેદારોમાંથી ખતમ થયાનો એક કિસ્સો ધરમપુર તાલુકામાંથી સામે આવ્યો જેમાં એક ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય દ્વારા આદિવાસી બ્લાઇન્ડને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી વિગતો મુજબ જેમણે ભારત દેશ માટે બ્લાઇન્ડ વર્લ્ડકપ જીતીને આદિવાસી સમાજનું ગૌરવ અપાવનાર બ્લાઇન્ડ ક્રિકેટર અનિલ ગરિયાને ઉલ્કુભાઈ ગનાભાઇ નેવળ (તાલુકા પચાયત સભ્ય) દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેઓ જ્યારે દેશ માટે વલ્ડ કપ જીતીને આવ્યા હતા ત્યારે બધા સ્વાગત કરવા ગયા હતા. અને હવે સરકારમાં ચૂંટાયેલા ધરમપુર તાલુકા પંચાયત સભ્ય પોતાની સત્તાના નશામાં એ ક્રિકેટર પર હાથ ઉપાડયાની ઘટના સામે આવતાં આદિવાસી યુંઅવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આજરોજ આ ઘટનાને લઈને આ તાલુકા પંચાયત સભ્ય વિરુદ્ધ કડક પગલાં લેવા અને સભ્યને સસ્પેન્ડ કરવા બાબતે TDO શ્રીને રજુઆત યુવાનો દ્વારા કરવામાં આવશે. ધરમપુરના તાલુકા પંચાયત બાજુમાં જોહાર પાન સેન્ટર પાસે આજે આદિવાસી સમાજ ભેગો થશે અને આ ઘટનો વિરોધ કરશે.એવી જાણકારી મળી રહી છે

