ચીખલી: હાલમાં જ ધોધમાર વરસેલા વરસાદમાં ચીખલી તાલુકાના સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને એમની ટીમ મદદે પહોચી હતી અને પરિવારના મુશ્કેલીના પરિવારમાં સાથે ઉભા રહ્યા હતા.
જુઓ વિડીઓ..
Decision Newsને મળેલી માહિતી મુજબ થોડા દિવસ પહેલા પડેલા મુસળધાર વરસાદમાં ચીખલી તાલુકાના સારવણી ગામમાં રહેતા ગરીબ ચંદુભાઈનું ઘર તૂટી પડતા એમના પરિવાર માથે અચાનક આભ તૂટી પડ્યું અને પરિવાર નોંધારો બન્યો અને પતિ-પત્નિ ઘરમાં જીવતા જ દટાઈ ગયા પરંતુ સદભાગ્યે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવતા કાટમાળ ખસેડી તાત્કાલિક સારવાર અર્થે ચીખલીની હોસ્પિટલમાં ખસેડેલ.આ વાતની જાણકારી સ્યાદા ગામના વતની જીજ્ઞેશ પટેલને સારવણી ગામના આગેવાન ભીખુભાઇ પટેલ થકી મળતા એમને સમાજસેવામાં હંમેશા રચ્યાપચ્યા રહેતા સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા,પ્રમુખ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએસન, વલસાડના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલને જાણ કરતા ટૂંક સમયમાં ધર્મપત્નિ ડો. દિવ્યાંગી પટેલ અને પોતાની ટીમના સભ્યો કીર્તિ પટેલ, દલપત પટેલ, ભાવિન પટેલ, ઉમેશ પટેલ, કાર્તિક પટેલ, ભાવેશ પટેલ સાથે આશરે 1 મહિનો ચાલે એટલું અનાજ-કરિયાણું લઈને પહોંચ્યા, જ્યાં જીજ્ઞેશ પટેલ દ્વારા રોકડ આર્થિક સહાય કરવામાં આવી.
ત્યારબાદ સારવણી ગામના ગરબા સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિર્મુલન અને સમાજના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી,જેમાં મોટાભાગની મહિલાઓએ ડો.નિરવ પટેલ અને એમની ટીમને વ્યસનમુક્તિ માટે યોગ્ય જનજાગૃતિની પ્રવૃત્તિને વેગ આપવા લાગણીશીલ અપીલ કરી હતી

