ગાંધીનગર: પોતાના હક અને અધિકારની લડાઈ લડતા આદિવાસી તથા પછાતવર્ગના સમાજના ગરીબ બાળકોના શિક્ષણ અને સંસ્કાર સિચન ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે સ્વૈચ્છિક સંસ્થાઓ આશ્રમ શાળાઓના કર્મચારીઓને ગાંધી નગર ખાતે ડીટેઈન કરાયાના સમાચાર વહેતા થયા છે,
જુઓ વિડીઓ…
આશ્રમ શાળાઓના કર્મચારી સંઘ મારફત સરકારશ્રીને અસંખ્ય વખત રજુવાતો કરવામાં આવી છે તે ઉપરાંત સરકારશ્રી ના આમંત્રણથી સંઘના પ્રતિનિધિઓ સાથે મીટીંગો પણ યોજાઈ હતી છતાં પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આજરોજ કમચારીઓ દ્વારા પોતાના હક અધિકારની માંગના સુત્રોચાર કરી સરકારનો હુર્યો બોલાવ્યો હતો અને ગાંધીનગર ખાતે ગઈકાલથી ધરણા પર બેઠા હતા જેણે આજે પોલીસ દ્વારા ડીટેઈન કરાયા છે. આવનારા સમયમાં શું નિર્ણય આવશે એ જોવું રહ્યું.

