કંવાટ: વર્તમાન સમયમાં આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે એક્ટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરી અને જાહેરમાં સમાજની માફી માંગ સાથે આદિવાસી સમાજના લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના કંવાટ તાલુકા માં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે “આદિવાસીઓ ને કોથળી વગર સાંજ પડતી નથી” જે વાક્ય અડકતરી રીતે આદિવાસીઓ ને દારૂડિયા કહી ટિપ્પણી કરી હતી, જેથી આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. ત્યારે  રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓ ના વિવિધ તાલુકા કચેરીઓ અને પોલીસ સ્ટેશનો માં સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરૂદ્ધ માં આવેદનપત્રો આપ્યા, અને એક્ટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવો અને જાહેરમાં સમાજની માફી માગે એવી આદિવાસી સમાજની માંગ છે.

આદિવાસી આગેવાનો જણાવે છે કે વડાપ્રધાન મોદીજી ખુડવેલ આવ્યા હતા ત્યારે એમણે આદિવાસી ભાઈઓ તો સાંજે મોજમાં જ હોય કહી આદિવાસીઓ ને આડકતરી રીતે પીધેલા કહ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અર્બન નક્સલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા આદિવાસીઓ પીધેલ છે અને દારૂની પોટલી વગર એમની સાંજ નથી પડતી એમ કહી ફરીથી આદિવાસીઓને અપમાનિત કરવામાં આવ્યા. હવે આદિવાસી સમાજ આવું સહન નહીં કરશે અને રૂપાલા માફી નહીં માંગે ત્યાં સુધી આખા આદિવાસી વિસ્તારમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.