વાંસદા: આજરોજ પોલીસ પ્રશાસન અને સમાજના ઉત્થાન કાર્યો સાથે સંકળાયેલા પી.આઈ કિરણ પાડવી દ્વારા  વાંસદા તાલુકાના મનપુર ગામે પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલ માં કારકિર્દી માર્ગદર્શન અને પોકસો તથા સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કિરણ પાડવીએ વાંસદાના મનપુર ગામમાં આવેલી પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલ માં બાળકોને મૂળભૂત હક્કો તથા બાળકોના અધિકારો તથા જુવેનાઈલ જસ્ટિસ એકટ અંગે પણ માહિતી આપી હતું. જીવનમાં આગળ વધવા દરમિયાન આવનારી સમસ્યાઓ અને પ્રશ્નોને કાયદાકીય રીતે કેવી રીતે સત્યની લડત લાદી શકાય એના ઉપર ઉંડાણપૂર્વક માહિતી યુવાઓને શેર કરી હતી

સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન શાળાના આચાર્ય જે.એમ.થોરાટ એ કર્યું હતું. આ પ્રસંગે પી.આઇ કિરણ પાડવી આચાર્ય જે.એમ .થોરાટ શાળાના અન્ય શિક્ષકો થતા વિપુલભાઈ દેશમુખ જીજ્ઞેશભાઈ થતા શાળાના બાળકો ખૂબ મોટી સંખયામાં હાજર રહ્યા હતા.