વાંસદા: ગુજરાત ભરમાં નવરાત્રીની મોસમ છે ત્યારે વાંસદાના ઉનાઈ મંદિર પરિસરમાં આ વખતે નવરાત્રિનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહી દુર દુરથી આવતાં શ્રધ્ધાળુઓ આ વખતે માતાના સાંનિધ્યમાં ગરબા રમી નવી ઉર્જા મેળવી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવરાત્રી શક્તિ પર્વ 2022 નિમિત્તે માં નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણી પ્રસંગે ઉનાઈ માતાજી મંદિર પાર્કિંગ પ્લોટ ખાતે કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગરબાનો મીઠો ટહુકાર કરવા ગાયક કલાકાર એવા મીરાંદે શાહ અને દર્શના ગાંધી ઠક્કર દ્વારા આ કાર્યક્રમમાં ગરબાની રમઝટ મચાવી હતી.

ઉનાઈ માતાજી મંદિરને આ વખતે ઉનાઈ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું હતું. કરવામાં આવ્યું હતું. ઉનાઈ મંદિર પરિસરમાં માતાના દરબાર ગરબા રમવા મોટા પ્રમાણમાં ખેલૈયાઓ જોવા મળ્યા હતા.