વલસાડ: વલસાડની સરકારી પોલિટેક્નિક કોલેજના આચાર્ય ભાવેશ પટેલ દ્વારા કોલેજના એસ.સી.-એસ.ટી. સેલના પ્રમુખ તરીકે કોલેજમાં ભણતા આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓમાં સેલની કામગીરી અંગે જનજાગૃતિ કેળવાય તે હેતુથી માહિતી શિબિરનું આયોજન કરેલ હતું.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ જેમાં 100 થી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ખેરગામના ખ્યાતનામ સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએસન,વલસાડના તેમજ સમસ્ત આદિવાસી સમાજ,નવસારીના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમના ધર્મપત્નિ ડો.દિવ્યાંગી પટેલ હાજર રહ્યા હતાં.કાર્યક્રમમાં ઉપસ્થિત ડો.નિરવ પટેલ દ્વારા આદિવાસી-દલિત સમાજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી અને એના માટે કાયદાની જાણકારી અને સંગઠન રાખવાના ફાયદાઓ સમજાવેલ હતાં.તેમજ એસ.સી-એસ.ટી.સેલની મહત્વની કામગીરી વિશે પણ જાણકારી આપેલ હતી અને આ સેલ અને કાયદાઓનો ઉપયોગ કોઈના પર દુરુપયોગ કરવા નહિ પરંતુ પોતાને થયેલ અન્યાય સામે સ્વબચાવમાં ચોક્કસથી કરવા પર ભાર મુકેલ હતો. આ ઉપરાંત ડો.નિરવ પટેલ દ્વારા આદિવાસી-દલિત સમાજના વિવિધ આગેવાનોની ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અંગે રસસભર જાણકારી આપી હતી.
આ પ્રસંગનું સફળ સંચાલન પ્રોફેસર હેમંત પટેલ, દિવ્યેશ પટેલ, મુકેશ ગાંવિત, સુરેશ કલારા, કનૈયા પટેલ, ધીરેન પટેલ, ભાવિન પટેલ, નેહા પટેલ, રાજેન્દ્ર પટેલ, એ જે પટેલ, મહિમ ગામિત, સુરેશ પટેલ, રાજેન્દ્રભાઈ, જીજ્ઞેશભાઈ, રજનીકાંતભાઈ, આશિષભાઈ દ્વારા અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે મળીને કરવામાં આવેલ હતું.

