વાંસદા: વાંસદા વિધાનસભામાં આવતા ગામોમાં સ્થાનિક સંગઠન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, પ્રભારી બાબુભાઇ જીરાવાલા વગેરે દ્વારા જે રસ્તાઓના નવિનીકરણ અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેને લઈને 40 જેટલા ગામોને જોડતા 20.18 કરોડના રસ્તાના નવિનીકરણ માટે મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે.
Decision Newsને મળેલી વિગતો મુજબ રસ્તાઓનું નવિનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવા બાબતે કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ દ્વારા પણ ભલામણ કરવામાં આવી હતી ત્યારે હાલમાં વાંસદા વિધાનસભામાં આવતા 40 જેટલા ગામોને જોડતા 20.18 કરોડના રસ્તાના નવિનીકરણ માટે મંજૂરી મળી ગયાની ખબરથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે આધિવાસીના વિકાસ માટે રસ્તાઓનું નવિનીકરણ જરૂરી હોય એ માટે સંગઠનના હોદેદારોને કયા, કેટલા રસ્તાની જરૂર છે એની વિગતવાર અહેવાલ રજુ કરવાની સૂચના બાદ હોદ્દેદારોએ વાંસદા વિધાનસભામાં આવતા 40 ગામો માટે રસ્તાઓ બનાવવાનું અતિ આવશ્યક હોવાનું કહેતાની સાથે મંત્રી નરેશભાઇ પટેલની સાથે પરામર્શ કરી આ કામો મંજુર કરાવ્યા છે.

