ધરમપુર: સ્વયંસેવી સંસ્થા લોક મંગલમ દ્વારા ગાંધી વિચારોની લોક જાગૃતિ માટે 1 ઑક્ટોબર 2022 ના રોજ ગાંધી જ્યંતિ નિમિત્તે સુથારપાડા (કપરાડા ) થી ગીરનારા કન્યા છાત્રાલય સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા દરમિયાન ગાંધીજીના ચાર આદર્શો ફરી પ્રકૃતિને ખોળે જવું, કોમી ભાઈચારો, નૈતિક મૂલ્યો તથા સ્વચ્છતાને લોકો અપનાવે એવા કાર્યક્રમો આપવામાં આવશે.
Decision Newsને મળેલી માહિતી મુજબ 1 ઑક્ટોબર 2022 ના રોજ ગાંધી જ્યંતિ નિમિત્તે સુથારપાડા (કપરાડા) થી ગીરનારા કન્યા છાત્રાલય સુધીનુ આયોજન કરવામા આવેલ છે. આ પદયાત્રાનું ગાઈડલાઈન્સ જોઈએ તો સુથારપાડા મુકામે સવારે 8:00 વાગ્યે તમામ પદયાત્રીઓએ સ્વયં વાહન વ્યવસ્થા કરી પહોચવાનુ રહેશે. સુથારપાડા સાધનો પાર્ક કરી પગપાળા 7 કી.મી ગીરનારા આદરણીય વર્ષાબેન ચૌધરી ના આશ્રમે પહોંચવાનુ રહેશે ત્યાંથી 4 વાગ્યે પદયાત્રા પુર્ણ જાહેર કરવામા આવશે .આવનાર વ્યક્તિ સ્વયં રાત્રી રોકાણ અને ગરબાના કાર્યક્રમ, તેમજ પુસ્તક પરીચયના કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.
ત્યાર બાદ ગાંધીજ્યંતિ કાર્યક્રમ નિમિત્તે 2 ઓક્ટોબર 2022 ના રોજ સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટનું નવુ કાર્યાલય ધરમપુર આસુરા રોડ તાલુકા પંચાયત પાસે રાખવામા આવશે. જેમા ગાનધીજીના પુસ્તક વેચાણ, પોસ્ટર પ્રદર્શન, ચરખા પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ કરવામા આવશે. આપણા આ કાર્યક્રમ સાથે સાહિત્ય અમૃતયાત્રા રથનુ પ્રદર્શન પણ રાખવામા આવેલ છે.

