કપરાડા: આદિવાસી પરંપરા હજુ એ જીવંત છે એ આદિવાસી લોકો દ્વારા ઉજવાતા રીતરીવાજો અનુસાર તહેવારો પરથી લગાવી શકાય છે આવો જ એક તહેવાર કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા ટુકવાડા ગામમાં ડુંગર માવલી માતાને દેવ દોરા કરી ચોખા દસરા અને દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
જુઓ વિડીઓ..
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના ટુકવાડા ગામમાં વર્ષોથી ચાલતી આવેલી આદિવાસી પરંપરા પ્રમાણે જ દરેક તહેવારની ઉજવણી થયા છે ત્યારે ટુકવાડા ગામમાં નવરાત્રીના પાંચ દિવસ પહેલા ટુકવાડા ગામમાં આદિવાસી રીત રિવાજ પ્રમાણે ડુંગર માવલી માતાને દેવ દોરા કરી અને ચોખા દસરા કરી દેવ દિવાળી તહેવાર ઉજવણી થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગામના વડીલોનું એવું કહેવું છે કે આખા ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલી દિવાળીનો તહેવાર કપરાડાના ટુકવાડા ગામમાં ઉજવવામાં આવે છે.

