સિનેજગત: 2015માં રિલીઝ અજય દેવગનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ રિલીઝ કરાઈ હતી જે ખુબ જ હિટ થઈ હતી. હવે અજય દેવગનની આ ફિલ્મનો બીજો ભાગ એટલે કે, દ્રશ્યમ 2 પણ રિલીઝ થવા જઈ રહ્યો છે ત્યારે દ્રશ્યમ 2નો ફર્સ્ટ લૂક અજય દેવગને રિલીઝ કર્યો છે.

દ્રશ્યમ 2 નો સત્તાવાર ફર્સ્ટ લૂક મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. અજય દેવગનના મીડિયાને જણાવેલા રિપોર્ટ અનુસાર ફિલ્મનું ટીઝર આવતીકાલે રિલીઝ થશે. કેપ્શનમાં અજય દેવગને લખ્યું, ‘યાદ છે 2 અને 3 ઓક્ટોબરે શું થયું હતું, નહીં? વિજય સાલગોંકર ફરી એક વખત પોતાના પરિવાર સાથે પરત ફર્યો છે. તમને જણાવી દઈએ કે, પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝની તારીખ પણ જાહેર કરવમાં આવી છે. જે મુજબ દ્રશ્મય 2 ફિલ્મ 18 નવેમ્બરે થિયટર્સમાં રિલીઝ થશે

અજય દેવગને શેર કરેલી આ તસવીરમાં શ્રિયા શરણ, અજય દેવગન, તેની બંને પુત્રીઓ જોવા મળી રહી છે. જોકે મેકર્સે હજુ સુધી કોઈનો ચહેરો બતાવ્યો નથી. આ ફિલ્મમાં તબ્બુ પણ લીડ રોલમાં છે.