ડેડીયાપાડા: આજરોજ કેવડી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાંથી ડેડીયાપાડા તાલુકાના વાડવા ગામના વિદ્યાર્થીનો ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ કાર્યની ઘટના સામે આવી છે.
ફરિયાદ અનુસાર સંજયભાઈ નામનો વિદ્યાર્થી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો-12માં અભ્યાસ કરતો હતો. 25 સપ્ટેમ્બર 2022ના તેમના પિતા રમેશભાઈના બહેન રમણીબેન મળવા માટે આશ્રમ શાળા ગયા હતા પણ ત્યાં એમ કહેવામાં આવ્યું કે 19 સપ્ટેમ્બર 2022ના રોજ શાળામાંથી ગુમ થયેલ છે. આ બાબતે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કેવડીના શાળાના આચાર્ય, હોસ્ટેલના ગૃહપતિ, શિક્ષકોને પૂછપરછ કરતાં પહેલા ઉડાઉ જવાબ આપ્યા હતા.
પરિવારનું કહેવું છે કે આટલા દિવસથી પુત્ર ગુમ થયાના થઇ ગયા છતાં અમને જાણ રૂબરૂ કે પત્ર તથા ટેલિફોનથી કરવામાં આવી નહોતી. અને જ્યારે અમને જાણ થઇ ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા ગયા હતા અને 22 સપ્ટેમ્બર 2022ના રોજ અમને બિનવારસી લાશ મળી જે લાશના કપડાં, ચાવી, બેલ્ટ અમારા પુત્ર હોવાની માલુમ પડતા મારા પુત્રને કોઈએ મારી નાખેલ હોવાનું લાગતાં અમે ઉમરપાડા પોલીસમાં ફરીયાદ લખાવી છે.

