વાંસદા: આજરોજ વાંસદા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીમાં ઈલેક્ટ્રોનિક રૂમમાં સૉર્ટ સર્કિટ થતા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઝેરોક્ષ મશીન બળી ગઈ હતી. તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અજાણ્યા કારણોસર સૉર્ટ સર્કિટ થતા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બળી ગઈ જેના કારણે કચેરીનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

જુઓ વિડીઓ..

Decision Newsને મળેલી વિઅગતો મુજબ વાંસદા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીમાં ઈલેક્ટ્રિક રૂમમાં સૉર્ટ સર્કિટ થતા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઝેરોક્ષ મશીન બળી ગયા હતા. સૉર્ટ સર્કિટના કારણે ધુમાડો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સદનસીબે કચરીમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને લાભાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા. પરંતુ કમ્પ્યુટર બળી જવાથી હવે જાતિના દાખલા, આવકનો દાખલો, રેશનકાર્ડને લગતી કામગીરી, વિધવા સહાયના ફોર્મ તેમજ અન્ય સેવાઓ ઠપ થઈ ગઈ હતી. લાભાર્થીઓના પ્રવેશને અટકવાયો હતો, ધુમાડો વધતા કચેરીમાં મુકેલ ફાયર એક્સટીંગુંઈશરનો ઉપયોગ કરી કાબુ મેળવવામાં આવ્યો હતો.

આ સૉર્ટ સર્કિટની ઘટનાની જાણ ડી.જી.વી.સી.એલ. વાંસદા વિભાગને કરવામાં આવી હતી. તેમની ટીમએ તપાસ કરતા કચેરીના વાયરિંગમાં જ કંઈક સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતું.