વાંસદા: આવતી કાલે વાંસદાના કિલ્લાદ ગામના હનુમાનજીના મંદિર પાસે બપોરે ૧:૩૦ કલાકે વાંસદા ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાજી અંબાજી થી શરૂ કરેલી યુવા પરિવર્તન યાત્રા આવશે જેણે લઈને કાર્યકરો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાજી અંબાજી થી શરૂ કરેલી યુવા પરિવર્તન યાત્રા  વાંસદા ખાતે આવી રહ્યા છે તો એ યાત્રામા નવસારી જિલ્લા કોંગ્રેસનાં તમામ સાથી મિત્રો અને નવસારી જિલ્લા યુવા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો જિલ્લાની તામામ વિધાનસભા અને તાલુકા-શહેરના યુવા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોએ કિલ્લાદ ગામ હનુમાનજી મંદિર પાસે (વાંસદા) ખાતે એમનુ સ્વગાત કરવામાં આવશે.

ત્યાર બાદ વાંસદાના કિલ્લાદ ગામ હનુમાનજી મંદિર પાસેથી જ બાઈક રેલી સ્વરૂપે ત્યાં નીકળી પીપલખેડ ગામ ખાતે જઈ જાહેરસભા સંબોધવામાં આવશે. એવી માહિતી નવસારી જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. આ બાઈક રેલીમાં વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલની ઉપસ્થિતી રહેશે.