આહવા: આદિવાસી યુવાનોમાં નાની અમથી વાતોમાં આત્મહત્યાના રસ્તે જઈ રહ્યા છે આ વાતની પુષ્ટિ કરતી ગતરોજ આહવાના ધૂળચોંડ ગામમાં એક ઘટના સામે આવી છે. એક યુવાને પરિવારજનો દ્વારા લગ્ન ન કરી આપતા પ્રેમિકાના ગામમાં જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
ધૂળચોંડ ગામના યુવાનો જણાવે છે કે ધૂળચોંડ ગામમાં રહેતા વિશાલભાઈ કમલેશભાઈ રાઠોડને ગૌર્યા ગામનાં કુંભીપાડા ગામે રહેતી હેતલ સાથે છેલ્લા એક વર્ષ પૂર્વે પ્રેમસંબંધ હતો બંને પ્રેમીપંખીડાઓ પરિવારને અવગણીને સાથે જ રહેતા હતા વિશાળ દ્વારા પરિવારને વારંવાર લગ્ન કરી આપવા કહેવાયું હતું પણ પરિવાર લગ્ન માટે તૈયાર થયો નહિ ત્યારે ગતરોજ રાત્રિનાં 11 વાગ્યા તે હેતલને મળવા ગયો અને ગૌર્યા ગામનાં કુંભીપાડા ફળિયાનાં જાનુભાઈ ગાવિતનાં ખેતરનાં દૂર સાગના વૃક્ષ પર ઓઢણી વડે ફાંસો ખાધો હતો.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી હાલમાં પોલીસે પોતાની પ્રક્રિયા હાથ ધરી છે એવું જાણવા મળ્યું છે કે મૃતક યુવાનનાં પિતા કમલેશભાઈ સોમા રાઠોડે સામે પક્ષે ફરિયાદ લખાવી છે.

