વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના વાંકલ ગામેં મેરીટ પોલીમર્સ કંપનીના વિરોધમાં સ્થાનિક આગેવાનો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આવેલ તમામ લોકોની એકજ વાત હતી કે મેરીટ પોલીમર્સ કંપની ગામમા જોઈતી નથી
Decision Newsને મળેલી માહિતી મુજબ ગઈકાલે 29 સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટ અને ભારતમાંલા પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીમાં મેરીટ પોલીમર્સ કંપનીના વિરોધમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સાથે આવેદનપત્ર આપવામાં આવશે ની વાત કરવામાં આવી છે.
આ પ્રસંગે મહારૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, સાંઈનાથ હોસ્પિટલ ડૉ.હેમંત પટેલ, ડેમ સંઘર્ષ સમિતિ સભ્ય અને ગુંદીયા ગામના આગેવાન અર્જુન પઢેર, મોહના કાવચાલી સરપંચશ્રી દેવું ભાઈ મોકાસી, ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશ પટેલ ઉમેશભાઈ, ધીરુભાઈ, આયોજક મિત્રો મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા.