ખેરગામ: આદિવાસી સમાજ સદીઓથી પોતાના અલગ પણ અનોખા વિવિધ ભવ્ય રીતરિવાજો અને પરંપરાઓથી ચાલતો આવેલ છે. પરંતુ આધુનિકીકરણ શહેરીકરણ,પશ્ચિમની સંસ્કૃતિ પાછળ આંધળી દોડ જેવા પરિબળોએ છેલ્લા કેટલાંક સમયથી ઘણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ભુલાવી દીધેલ હતો.

આ સાંસ્કૃતિક વારસાને પુન:જીવિત કરવા માટે સતત અવનવું કરવા જાણીતા ખેરગામ તાલુકાના નાંધઈ ગામના લોકોએ ઝુંબેશ ઉપાડી આ વિસરાયેલો વારસો લોકો સમક્ષ મુક્યો. જેમાં નાંધઈ, ભૈરવી, નારણપોર, પેલાડી ભૈરવી, મરલા, પોમાપાળ સહિતના અનેક લોકોએ મોટી સંખ્યામાં હર્ષભેર ભાગ લીધો. આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્ય પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા પ્રસંગોચિત્ત ઉદ્દબોધનમાં નાંધઈ ગ્રામજનો અને ખાસ કરીને આયોજકો સરપંચ રાજેશભાઈ, તાલુકા સભ્ય સુભાષભાઈ, દલપતભાઈ, મનહરભાઈ, વિજયભાઈ, પ્રવીણભાઈ, ભાવિન, ભાવેશ, રીંકેશ, જીગર, આસ્તિક, ભગત ઝવેરભાઈ, ભોવનભાઈ, ભીખુભાઇ, અરવિંદભાઈ, કિરણભાઈ, જમશુભાઈ વગેરેનો સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો.

આ પ્રસંગે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ગ્રામજનો સમક્ષ સમાજની વિવિધ સમસ્યાઓ અને એના ઈલાજ તરીકે સંગઠન અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો કીર્તિ પટેલ, ઉમેશ વાડ, મોહનભાઇ દલાભાઈ, હેમંતભાઈ માજી તાલુકા સભ્ય ,ડો.નીરવ, મયુર, ઉમેશ મોગરાવાડી, જયેશભાઇ પોમાપાળ, અશોકભાઈ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.