તાપી: વર્ષ ૨૦૧૧ માં જયપાલસિંઘ અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબ વર્સીસ અધર્સ, એ.સી. નંબર ૧૧૩૨/૨૦૧૧ @એસએલપી (સી) ૩૧/૦૯/૨૦૧૧ ના હુકમ બાદ દેશભરમાં રાજ્ય સરકારોને તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૌચર જમીનમાં ભુતકાળમાં થયેલા તમામ પ્રકારના દબાણ હટાવવા બાબતે આદેશાત્મક સુચના આપેલ હતી.
ઉપરોક્ત વિષયે તાપી જીલ્લામાં ભુતકાળમાં આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા અધ્યક્ષ તરીકે રોમેલ સુતરિયા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય સચિવ શ્રી હોય કે જીલ્લા કલેક્ટર દરેકને લેખીત ફરિયાદ આપેલ છે. જે બાબતે વિવિધ કક્ષાએ ગૌચર જમીનમાં જે આખલાઓ ઘુસી ગયા હોય તેના વિરુદ્ધ તપાસ થવા આદેશ ફરમાવવામાં આવ્યા છે. જેમા તપાસના નામે મીંડું અર્થાત તંત્ર ના આંખ આડા કાન સાથે તાપી જીલ્લામાં આખલાઓ દિવસે ને દિવસે બેલગામ બની ગૌચર જમીનમાં બેફામ ખનન કરી રહ્યા છે.
વર્તમાનમાં દરેક આખલાઓને લગામ લગાવવા માટે સંગઠન દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ પંચાયતોના વિકાસ અને ગૌચર જમીનોના વિકાસ માટે મહેસૂલ વિભાગની સુચના મુજબ પંચાયત સ્તરે, તાલુકા સ્તરે તેમજ જીલ્લા સ્તરે ગૌચર વિકાસ સમિતિઓ બનાવડાવી તેને સક્રિય રાખવા લોકજાગૃતિ શરૂ કરવામાં આવશે.મહેસૂલ વિભાગ ના ઠરાવ ક્રમાંક : જમીન/૩૯૧૧/૩૧૯૪/ ગ મુજબ દરેક પંચાયતોની ગ્રામ્ય ગૌચર વિકાસ સમિતિને નિયમ અનુસાર પચાસ લાખથી એક કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવે તે બાબતે જરૂરી કાર્યવાહી સંગઠને હાથ ધરી છે. જે બાબતે મહસુલ મંત્રી તેમજ, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત તથા ગુજરાત હાઇકોર્ટમાં સમગ્ર બાબતે જાહેર હિતની અરજી પંચાયતોના સર્વે બાદ કરવામાં આવનાર છે.સમગ્ર અભ્યાસ સમયે ચોંકાવનારી બાબતો જે સામે આવી રહી છે તે ગૌચર જમીનોમાં ખનન માફિયાઓનું ખાનગી દબાણ અને તેમઆ તંત્રની રહેમ નજર સહુથી ગંભીર બાબત છે. ગૌચરના હેતુ વાળી જમીનો ખનન માટે આપવાથી તે જમીન બિનુપયોગી થાય છે ત્યારે આમ કોના ઇશારે થયેલ છે તેની તપાસ ખૂબ જ ગંભીરતા પૂર્વક થાય તે જરૂરી છે.
તાપી જીલ્લામાં તંત્રની રહેમરાહે બેલગામ બનેલા આખલાઓને લગામ બાંધવા જીલ્લા સ્તરે કાયદેસર ફરિયાદ સંગઠન પહેલા પણ કરી ચૂકેલા છે અને હવે કાયદેસર કેસ દાખલ કરવા જઇ રહેલ છે પરંતુ મિડિયાના માધ્યમ થી આવનારા દિવસોમાં સમયે સમયે ૧૦ થી વધુ આખલાઓ ની વિગતો જાહેર કરવામાં આવશે. જેથી જીલ્લાના નાગરીકો પણ માહિતગાર થઈ શકે કે આ આખલાઓને કોની રહેમનજર અને કયાં નેતાઓના ભ્રષ્ટાચાર ના પાપે પંચાયતો મા રહેલી ગૌચર જમીનો ખનન કામ માટે આપવામાં આવી છે.
તાપી જીલ્લામાં સોનગઢ તાલુકાના પોખરણ ગામે જૂનો સર્વે નંબર ૬૪/૬૫ અને ૨૦૧૭ ની સ્થિતીએ સર્વે નંબર ૬૬/૬૭ માં નામ : નિલેશ કુમાર રામલક્ષમણ ઉપાધ્યાય નામની વ્યક્તિને ગૌચર જમીનમાં ખનનની મંજૂરી આપવામાં આવેલ છે જે બાબતની માહિતી રોમેલ સુતરિયા એ મેળવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત ની તાપી જીલ્લા ભુસ્તર વિભાગે આપેલ વિગતોમાં સ્પષ્ટ જોવા મળે છે. દસ વર્ષ ના ભાડા પટ્ટે અપાયેલ આ જમીન બરબાદ કરી લોકહિત માં ઉપયોગી પણ ના રહે તેવી રીતે આ જમીનો માં ખનન કરવાની મંજૂરી આપવી જ ગુના સમાન છે તે પણ ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટ , હાઇકોર્ટ અને મહેસૂલ વિભાગ ગૌચર જમીન માટે સખત અભિગમ દાખવવા આદેશ આપતા રહ્યા હોય. કોઈ ગરીબ જમીન વિહોણા આદિવાસી ને ખેડવા કે રેહવા માટે ગૌચર જમીન ફાળવી શકતી નથી ત્યારે બ્લેકટ્રેપ ક્વોરીલીઝ માટે , ખનન માટે ગૌચર જમીન ફળવવા ઉપર ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.જીવન જોખમે પણ આવા લોકો સામે લડત કરવા એક જાગૃત કર્મશીલ તરીકે રોમેલ સુતરીયા સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને જીવન જોખમે ઉઠાવતા રહેશે પણ ગૌચર માં બેલગામ ફરનાર આખલાઓ ને છોડવામાં નહીં આવે અને જીલ્લા તંત્ર , સ્થાનિક ધારાસભ્યો , રાજકીય પાર્ટીઓ , સાંસદો , સરપંચો આ બાબતે જાગૃત રહી જીલ્લા ના વિકાસ અર્થે કાર્યવાહી થાય તેમ અવાજ ઉઠાવશે તેવી જાહેર અપીલ અને આહ્વાન કરીએ છીએ.
સમગ્ર બાબતે જીલ્લા પ્રશાસન સુપ્રીમ કોર્ટ ના તેમજ ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ જાહેર હિતની વ્યાખ્યામાં ના આવતી હોય તેમ ખાનગી વ્યવસાય માટે ફાળવવામાં આવેલ ગૌચર જમીનમાં થયેલ દબાણ હટાવવા જીલ્લા કલેક્ટર સાહેબ ક્યારે સુચના આપશે ?, તેમજ ગૌચરમાં બેલગામ ખનન કરી ચુકેલા આખલાઓ પાસે જીલ્લા ગૌચર વિકાસ સમિતિ માં દંડ ભરાવવામાં આવશે કે નહીં, ગુજરાત ગૌચર વ્યવસ્થાપન કરવા અંગે મહેસૂલ વિભાગના પરિપત્ર ઠરાવ ક્રમાંક : જમીન/૩૯૧૧/૩૧૯૪ / ગ સચિવાલય , ગાંધીનગર. તા. ૦૧/૦૪/૨૦૧૫ નું પાલન થશે અથવા આખલાઓ તંત્ર ઉપર ભારે પડશે કે કાયદાની લગામ મજબૂત બનશે તે તો પરિસ્થિતિ હોવાનું પ્રતિત થશે તે તો હવે સમય જ બતાવશે. પરંતુ તેટલું નક્કી છે આવનાર દિવસોમાં દસ થી વધુ આખલાઓની વિગતો જાહેર થવાની છે તે સાંભડીખનાં માફિયાઓમાં ભૂકંપની સ્થિતિનું સર્જન થશે.