છોટાઉદેપુર: ગુજરાત હાલમાં શિક્ષણની સ્થિતિને લઈને ખુબ જ ચર્ચાનો માહોલ ગરમ થયો છે ત્યારે સંખેડા તાલુકાના પરવટા ખાતે આવેલ પ્રાથમિક શાળાને વાલીઓ અને ગ્રામ જનોએ ભેગા મળીને તાળા બંધી કરી દીધી છે. મુખ્ય શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગ્રામજનોએ ભેગા મળી ભારે સુત્રોચાર કર્યા, સ્કૂલ મેનેજ મેન્ટ સમિતિને વિશ્વાસમાં લીધા વિના જ ગ્રાંટ વાપરી હોવાનો આરોપ લગાડવા આવ્યો છે. આ શાળામાં ધોરણ 1 થી 8 બાળકો અભ્યાસ કરે છે. 3 થી 5ના બાળકો પણ અભ્યાસમાં ઠોઠ હોવાનો ગ્રામનોનો શિક્ષિકા સામેજ આક્ષેપ લગાવ્યો છે. અને બાળકો શાળામાં સુવી જતા હોવાનો વાલીઓનો આક્ષેપ શિક્ષિકાએ સ્વીકાર કર્યો છે.
આ શાળામાં 117 બાળકો અભ્યાસ કરે છે. શિક્ષિકાએ પોતાના લુલો બચાવ પણ કર્યો છે. ઓફિસ કામ હોવાના કારણે શાળામાં બાળકોને સમય આપી શકતા નથી. આદિવાસી બાળકોને પ્રાથમિક સુવિધા અને રમતગમતના સાદનો મળી રહે તે માટે સરકારી ગ્રાંટનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ આ મુખ્ય શિક્ષિકાએ પોતાની મનમાની કરીને ગ્રાન્ટ વાપરી છે. આદિવાસી બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે જરૂરી છે.