ડાંગ: આજરોજ ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના આદેશ અનુસાર રાહુલજીના આઠ વચન સાથે, ઘર ઘર સુઘી જન-જન પાસે જઈ કોંગ્રેસનું કામ બોલે છે મુહિમ અંતર્ગત, “મારું બુથ મારું ગૌરવ” ના અભિયાનની એક સાથે ત્રણેય તાલુકામાં શરૂઆત કરવામાં આવી શરૂઆતના દિવસ થી જ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમીતીના હોદેદારો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામે ગામ જઈ કોંગ્રેસના વચનો પહોંચાડવા જોમ અને જુશો બતાવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું ગઢ ગણાતું ડાંગ ઘણા ભાંગ તુટ પછી એક અલગજ અંદાજમાં મજબૂતી સાથે ઉભુ થયું હોઈ ત્યારે. આજ રોજ વઘઈ તાલુકા ખાતે ડાંગ જીલ્લા પ્રમુખ મોતીલાલ ચૌધરીના આગેવાનીમાં તેમજ વઘઈ તાલુકા પ્રમુખ ગમન ભોયેના નેજા હેઠળ, વઘઈ ગામના પૂર્વ સરપંચ મોહન ભોયે તેમજ કોંગ્રેસના પીઢ ગણાતા ગૌતમ ભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઓએ વઘઈ ખાતે પત્રિકા વેહંચી કોંગ્રેસના કામ સમજાવ્યા. તો આહવા તાલુકામાં ડાંગ જિલા મહિલા પ્રમુખ લતાબેન ભોયે તેમજ ડાંગ જિલા મહિલા કોંગ્રેસ પાંખની બહેનોએ લોક સંપર્ક કરી પત્રિકા વેહચી, જ્યારે સુબીર તાલુકા પ્રમુખ ગુલાબ ગાંગુરડે તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પત્રિકા વેહચી, તો વઘઈ તાલુકાના કોશિમદા વિસ્તારમાં ખુબજ મોટી સંખ્યામાં પત્રિકા વેંચી જનના ઘર સુધી કોંગ્રેસના વિચાર પહોંચાડનાર રાજેશ ભાઈ ગામીત તેમજ તેમની સાથે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા, તો કાલીબેલ જિલા પંચાયતમાં ગીતાબેન પટેલ, કિશોરી બેન ચૌધરી, સમતી બેન પટેલ, મુકેશ ભાઈ પટેલ, રાકેશભાઈ પવાર, રાજુ ભાઈ ચૌધરી દ્વારા ઘરે ઘરે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.

સાથે સાથે શામગાહાન વિસ્તારમાં જાગૃત યુવા અરવિંદ પવાર, હેમંતભાઈ જેવા યુવાનોએ પણ, રાહુલના આઠ વચનો, મારુ બુથ મારું ગૌરવ, અને કોંગ્રેસનું કામ બોલે છે. ગુજરાતમાં નામ બોલે છે ના પોંકાર સાથે આવનાર વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવવા મજબૂતી સાથે શ્રી ગણેશ કર્યાં.