બારડોલી: હાલમાં આદિવાસી સમાજ વિકાસના દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગટો સાંધી રહ્યો છે ત્યારે ગતરોજ બારડોલી તાલુકામાં આદિવાસીઓની બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા મઢી ખાતે દશરી બાઈ ચોક ખાતે મળી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ બારડોલી ખાતે યોજાયેલી આ સભામા અધ્યક્ષ તરીકે રિતેશ ભાઈ જીતેન્દ્ર ભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી અને ત્યારબાદ મંડળીના મંત્રીશ્રી હિમાંશુ ભાઈ ચૌધરી અહેવાલ નું વાંચન કરવા આવ્યું ત્યાર બાદ મંડળીના પ્રમુખશ્રી તરફ બકીમભાઈ ચૌધરીએ મંડળીના આગળનું આયોજનનું જાણ કરવામાં આવી હતી.

આદિવાસીઓની બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. અને અંતે આભારવિધિ પ્રકાશભાઈ ચૌધરીએ કરી હતી.