કપરાડા: ગતરોજ કપરાડાના આમધા ઉતારા ફ. ખાતે આવેલા નવરાત્રીના સેડમાં સરકારી આયુર્વેદીક દવાખાના જોગવેલ ના સહયોગ દ્રારા લોકોના બહેતર આરોગ્યને ધ્યાનમાં લઈને આયુર્વેદિક ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયુર્વેદિક ચેકઅપ કેમ્પમાં એસીડિટી, સાંધાના દુઃખાવા, પેશાબ ના રોગો , પેટના રોગો , માથાના રોગો, સ્ત્રીના રોગો હરસ-મસા ચામડીના રોગો, પથરી બ્લડ પ્રેશર સુગર , શરદી ખાંસી તાવ ઝાડા ઉલટી પગના ચિરા, કમશક્તિ 95 આશરે જેટલા દર્દીનું ચેકઅપ કરવામાં આવ્યું.
આ પ્રસંગે આંમધા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી કુસુમબેન પંકજભાઈ હાડાળ આમધા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સુભાષભાઇ ઓઝરિયા, આમધા ગામમાં આગેવાન શ્રી દિવ્યેશભાઈ પટેલ, અરનાઈ સરપંચશ્રી સુભાષભાઈ ભોયા, બાબરખડકના સામાજીક કાર્યકર્તા કલ્પેશ ચૌધરી, સરકારી આયુર્વેદિક દવાખાના જોગવેલના ડૉ. હેમીલ પટેલ, સરકારી આયુર્વેદિક દવાખાના સ્ટાફ મિતેષ રાઉત તેમજ દિલીપભાઈ તેમજ મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન પંકજભાઈ હાડાળ દ્વારા કરવામાં આવ્યું હતું.

