કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન શરૂ થઈ ગયું છે. અને તેના પદની રેસમાં અનેક નામો ચાલી રહ્યા છે. આ સમયગાળામાં હાથ ધરવામાં આવેલા કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ હશે ના સર્વેમાં એબીપી ન્યૂઝ માટે આ સાપ્તાહિક સર્વે સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 4361 લોકો સાથે વાત કરવામાં આવી છે. સર્વેના પરિણામો ચોકાવનારા પરિણામ આવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ કોને બનવું જોઈએ?
1. રાહુલ ગાંધી- 46%
2. અશોક ગેહલોત – 13%
3. શશિ થરૂર – 11%
4. આમાંથી કોઈ નહીં – 30%
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ગત 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ ગઈ છે. જેનું 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે. હાલમાં રાષ્ટ્રપતિ પદની રેસમાં અશોક ગેહલોત અને શશિ થરૂરનું નામ આગળ ચાલી રહ્યું છે.